ભારતીય વિચાર મંચ બ્લોગ

આવતીકાલથી આ બ્લોગ ઉપર શરૂ થઇ રહેલી લેખમાળા, ‘તે પંદર દિવસ’ની પૂર્વભૂમિકા:-

તે સમયની કેટલીક મહત્વની જાણકારી અને ઘટનાઓ.

– અખંડ ભારતના સિંધ, પંજાબ, બંગાળ, કાશ્મીર, બ્લુચિસ્તાનના અસંખ્ય સ્થાનો હિંદુ બહુલ હતાં…

– આ સમયગાળામાં દોઢ કરોડ ભારતીયો વિસ્થાપિત થયા, અંદાજે દસ લાખથી વધુ ભારતીયોનો નરસંહાર થયો હતો…

– ૧૮૮૫ માં સ્થપાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૨૯ ના લાહોર સત્રમાં પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લીધો હતો…

– એક સપ્ટેમ્બર ૧૯૩૯ થી શરૂ થયેલું દ્વિતીય વિશ્વયુદ્ધ બે સપ્ટેમ્બર ૧૯૪૫ ના રોજ પૂર્ણ થયું હતું..

– અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેન અને સોવિયેત યુનિયનના પ્રમુખ જોસેફ સ્ટેલીન હતા તે જ સમયે “કોલ્ડ વોર” ની શરૂઆત થઈ…

– ફેબ્રુઆરી,૧૯૪૭ માં બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ(લેબર પાર્ટી) જૂન,૧૯૪૮માં ભારતને આઝાદ કરવાની વાત કરી. પણ ૩ જૂન, ૧૯૪૭ ના દિવસે તે બદલીને ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નક્કી કર્યો…

– ભાગલા સાથે. ૧૮મી જુલાઈએ બ્રિટિશ પાર્લામેન્ટમાં અધિનિયમ પસાર કર્યો…તેના અમલ માટે ત્રણ સભ્યોનું કેબિનેટ મિશન પણ રચ્યું.

– તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય જે. બી. ક્રિપલાણી હતા..

– વોવેલ બાદ અંતિમ વાઇસરોય માઉન્ટબેટન ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના વાઇસરોય બન્યા..નવા બનનાર પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદઅલી ઝીણા હતા..

– ૧૫ મે, ૧૯૪૬ થી કાશ્મીરના શેખ અબ્દુલ્લા કાશ્મીર વિરોધી પ્રવૃત્તિઓને કારણે જેલમાં હતા..

– મુસ્લિમ લીગની અલગ પાકિસ્તાનની માંગણીને લઈને ૧૬ ઓગસ્ટ, ૧૯૪૬ના દિવસે ‘ડાયરેક્ટ એકશન ડે’ ઘોષિત કરી દંગાઓ કર્યા, આ સીધી લડતમાં એકલા બંગાળમાં જ ૫૦૦૦થી વધુ હિંદુઓની હત્યા કરાઈ. તે સમયે બંગાળના મુખ્યમંત્રી મુસ્લિમ લીગના સૈયદ શાહિદ સુહરાવર્દી હતા.