અખંડ ભારત

પુસ્તકનું નામ :- પ્રત્યેક રાષ્ટ્રભક્તનું સ્વપ્ન – અખંડ ભારત
લેખક :- ડૉ. સદાનંદ દામોદર સપ્રે.
અનુવાદ :- શ્રી શ્રીકાંત કાટદરે
પ્રકાશક :- ભારતીય વિચાર મંચ.
પાના :- 112 પાના.
મૂળ કિંમત :- 110/- રૂપિયા.
ડિસ્કાઉન્ટેડ કિંમત :-60/- રૂપિયા. (ફ્રી કુરિયર)
પુસ્તક ખરીદવા માટે નીચે ક્લીક કરશો:
Click Here

 मुस्लिम सोचें

पुस्तक का नाम :- मुस्लिम सोचें।
लेखक :- शंकर शरण।
प्रकाशक :- भारतीय विचार मंच।
पृष्ठ संख्या :- 154 पन्ने।
मूल कीमत :- 150/- रुपये।
*डिस्काउंटेड कीमत :- 125/- रुपये* । (फ्री कुरियर)

*पुस्तक खरीदने के लिए नीचे क्लिक कीजिए:*
Click here

હિંદુત્વ : વિભિન્ન પાસાં સરળતા થી

પુસ્તકનું નામ :- હિંદુત્વ : વિભિન્ન પાસાં સરળતા થી
લેખક :- પ્રશાંત પોળ
અનુવાદ :- શ્રીકાંત કાટદરે
પ્રકાશક :- ભારતીય વિચાર મંચ.
મૂળ કિંમત :- 50/- રૂપિયા.
ડિસ્કાઉન્ટેડ કિંમત :- 50/- રૂપિયા. (ફ્રી કુરિયર)
પ્રથમ આવૃત્તિ : માર્ચ, 2022
પુસ્તક ખરીદવા માટે નીચે ક્લીક કરશો:
Click Here

રક્તરંજીત મધ્યપૂર્વ : ઇતિહાસ અને વર્તમાન

I S B N : 978-8193759745
લેખક :- રમેશ પતંગે
અનુવાદ :- સુધા કરંજગાંવકર
પ્રકાશક :- ભારતીય વિચાર મંચ.
પાના :- 256 પાના.
મૂળ કિંમત :- 300/- રૂપિયા.
ડિસ્કાઉન્ટેડ કિંમત :- 210/- રૂપિયા (ફ્રી કુરિયર)
પ્રથમ આવૃત્તિ : 14 જાન્યુઆરી, 2019

પુસ્તક ખરીદવા માટે નીચે ક્લીક કરશો:
Click Here

પુસ્તક પરિચય:

વર્તમાનમાં અફઘાનિસ્તાનની શાસકીય ઉથલપાથલે ફરી એકવાર વિશ્વને ચિંતિત કરી મૂક્યું છે. ઇસ્લામિક જગતમાં નિરંતર ચાલી રહેલા રક્તપાત માટે ત્યાંના આતંકી સમૂહો જવાબદાર હોય છે.. તાલિબાન, અલ-કાયદા, બોકો હરમ, IS, ISIS, ISIL, હક્કાની નેટવર્ક, હિઝબલ્લાહ, જૈશ એ મોહમ્મદ, લશ્કરે તૈયબ્બા, અલ નુસરાહ ફ્રન્ટ, હમાસ, અબુ સૈયાફ ગૃપ, મુસ્લિમ બ્રધરહૂડ જેવા વિવિધ નામધારી આતંકી સંગઠનો આ ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપે છે..આતંકી ઘટનાઓમાં સ્થાન કે દેશોના ખાલી નામ જ બદલાય છે..જેમ કે અફઘાનિસ્તાન, સીરિયા, અલજીરીયા, નાઇજિરિયા, માલી, લેબેનોન, સુદાન, યમન, પાકિસ્તાન, ઇજિપ્ત, સોમાલિયા વગેરે વગેરે.. અહીં છે હિંસા, વિદ્વેષ, ઉપાસના પદ્ધતિઓ બાબતના અતાર્કિક અને સંવાદશૂન્ય મતભેદો અને તેના ઉકેલની પણ પાછી હિંસાત્મક પદ્ધતિઓ !
સમાજકાર્યના અનેક પુરસ્કાર પ્રાપ્ત એવા શ્રી રમેશ પતંગે પોતે સારા લેખક અને ચિંતક પણ છે..મૂળ મરાઠી પુસ્તકમાં તેઓએ ગહન અભ્યાસને અંતે આ વિષયના અનેક આયામો પર સાર્થક અધ્યયનપૂર્ણ પ્રકાશ નાખવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.
મધ્યપૂર્વના બે મહત્વના ભૌગોલિક ભૂભાગ એવા અરબસ્તાન પ્રદેશના 9 દેશો તેમજ અરબ જગતના 22 દેશોની ભૌગોલિક અલગતા-ભૂગોળ છે પણ તેઓનો કોઈ સ્વતંત્ર ઇતિહાસ નથી. તે સ્થાનોના આર્યત્વના જોડાણ, તેમની ઉપર રહેલા મોટા સામ્રાજયોનો ઇતિહાસ, ઇસ્લામનો ઉદય, ખલિફા-ખિલાફત, તેઓના આંતરિક લોહિયાળ યુદ્ધો, વીસમી સદીની શરૂઆતમાં મળેલા તેલના ભંડારો અને તેના વેપાર માટે થયેલી કપટી કૂટનીતિ, ઇઝરાયેલનું નિર્માણ જેવા તમામ આયમો પર વિસ્તૃત છણાવટ કરી છે.
વિશેષમાં અતિ મહત્વપૂર્ણ એવા ઇસ્લામના અતિ તીવ્ર ગતિના ફેલાવા, ત્રાસવાદનું તત્વજ્ઞાન અને એ તત્વજ્ઞાનમાંથી ત્રાસવાદી સંગઠનો કેવી રીતે ઉભા થયા તેની પણ ઊંડી સમજણ આ પુસ્તક કરાવે છે. અત્યારની કટ્ટર વહાબી, તબલિગી સંગઠનો જે વિચારસરણી-તત્વજ્ઞાનને અનુસરે છે તે સૈયદ કુતુબ(ઇજિપ્ત,1906-1966)ની જહિલિય્યા સંકલ્પના અને તેણે લખેલ પુસ્તક માલિક-ફિલ-તારિક અંગ્રેજીમાં milestone, મુસ્લિમ બ્રધરહૂડની માહિતી પણ આ સમસ્યાને સમજવા માટે અહીં સવિસ્તાર વર્ણવી છે..

 

ભારતીય જ્ઞાનનો ખજાનો

લેખક :- શ્રી પ્રશાંત પોળ
અનુવાદ :- ડૉ. સુનિતી કારુળકર
પ્રકાશક :- ભારત શોધ સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ભારતીય વિચાર મંચ.
પાના :- 176 પાના.
પ્રથમ આવૃત્તિ : 15 ઓગસ્ટ, 2021
મૂળ કિંમત :- 200/- રૂપિયા.
ડિસ્કાઉન્ટેડ કિંમત : 140/- રૂપિયા (ફ્રી કુરિયર)

પુસ્તક ખરીદવા માટે નીચે ક્લીક કરશો:
Click Here

પુસ્તક પરિચય :

શ્રી પ્રશાંત પોળ દ્વારા લિખિત આ પુસ્તક ભારતની જ્ઞાન સાધના કેટલી ઊંચાઈ પર હતી અને કેટલી વિવિધતાથી ભરેલી હતી તેનો પરિચય આપણને કરાવે છે..
ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમમાં B.E. Honours તેમજ મરાઠી ભાષામાં MA ની પદવી પ્રાપ્ત, 30 થી વધુ વર્ષોનો વ્યવસાયિક અનુભવ, 35 થી વધુ દેશોનો વ્યવસાયિક પ્રવાસ અનુભવ, અનેક કંપનીઓ ના સલાહકાર, બહુમુખી પ્રતિભાના ધની, કેન્દ્રીય માર્ગ અને જહાજ બાંધણી મંત્રાલય ના IT ટાસ્કફોર્સના સદસ્ય સાથે સાથે રાષ્ટ્ર કાર્યમાં સદાય સક્રિય એવા પ્રશાંતજીએ પરિશ્રમ કરીને આપણા ગૌરવશાળી જ્ઞાનના વિવિધ વિષયોની સૂચિ પરની સંશોધન સામગ્રી આપણી સન્મુખ સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવી છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મંદિર સ્થિત બાણસ્તંભ જે છઠ્ઠી શતાબ્દીથી પણ પહેલા બન્યું છે તેના વર્ણનના આધારે પૃથ્વી ગોળ છે તેમજ નૌકાયાનશાસ્ત્રની વાત કરી ભારતના ગૌરવશાળી જ્ઞાનના ખજાનાનો પ્રારંભ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ કરાવે છે..ત્યારબાદ દિલ્હી કુતુબ મીનાર પાસે ઇસવી સન 400 થી અડીખમ ઉભેલો લોહસ્તંભ, ધાતુના બનેલા અરીસા, ધાતુ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, π-પાઈનું દશાંશના 31 અંકો સુધીનું મૂલ્ય, આયુર્વેદ, આપણી શલ્ય ચિકિત્સા પદ્ધતિ-પ્લાસ્ટિક સર્જરી, પૌરાણિક મંદિરો અને નગરીઓની શિલ્પ-સ્થાપત્ય કળા, ભારતના દક્ષિણ-પૂર્વમાં આવેલા પંચ મહાભૂતો (જળ, વાયુ, આકાશ, પૃથ્વી અને અગ્નિ)ના મંદિરોનું રહસ્ય, જળ વ્યવસ્થાપન, પ્રાચીન ખગોળીય જ્ઞાન, લેખન શાસ્ત્ર તેમજ ચમત્કારિક “सिरी भूवलय” ગ્રંથ, પ્રાચીન વિદ્યાપીઠો, આપણું વ્યવહારિક જ્ઞાન, ગીત-સંગીત-વાદ્ય કળા, ચિત્ર કળા, નાટ્ય શાસ્ત્ર, વિશ્વભરમાં મળી રહેલા વૈશ્વિક ભારતીય સંસ્કૃતિના પદચિન્હો જેવા વિવિધ ગૌરવશાળી જ્ઞાનના ખજાનાનું આ પુસ્તકના 26 પ્રકરણોમાં રસપ્રદ શૈલીમાં નિરૂપણ કરાયું છે..
વિશેષમાં આ રોચક પુસ્તકની પ્રસ્તાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક આદરણીય મોહનરાવ ભાગવતજીએ લખી છે. જેમાં તેઓશ્રીએ વિશ્વમાં થઈ રહેલી ભારતની ચર્ચા અને તેમાંય આવનારા દશકમાં ભારતની ગણના વિશ્વના ટોચના દેશોમાં થશે અને એક મહાશક્તિ તરીકે ઉભરી આવશે… આ વાતનો/વિષયનો/મુદ્દાનો આવનારા સમયમાં વિમર્શ-સંવાદ-ચર્ચા(discourse)માં આપણે લાવવાનો રહેશે. સ્વાભિમાનશૂન્યતામાંથી બહાર નીકળી આત્મગૌરવ થકી સ્વાવલંબી બનવાની અનિવાર્યતાની વાત તેઓશ્રીએ કરી છે, આપણા રાષ્ટ્રીય કર્તવ્યોની પણ વાત કરી છે. પ્રસ્તાવનામાં આ પુસ્તકને તેઓશ્રીએ “चक्षुर्वैसत्यं” એટલે કે “નરી આંખે દેખાઇ દેતું સત્ય” કહીને પુરસ્કૃત કર્યું છે.

અંગ્રેજી માધ્યમની ભ્રમજાળ : ભારતના વિકાસ માટે ભાષા આયોજન.

I S B N : 978-81-937597-3-8
લેખક :- શ્રી સંક્રાંત સાનુ.
અનુવાદ :- ડૉ. પ્રસન્ન ગાંધી.
પ્રકાશક :- ભારતીય વિચાર મંચ.
પાના :- 143 પાના.
મૂળ કિંમત :- 150/- રૂપિયા.
ડિસ્કાઉન્ટેડ કિંમત : 105/- રૂપિયા (ફ્રી કુરિયર)
પ્રથમ આવૃત્તિ : 14 જાન્યુઆરી,2020
પુસ્તક ખરીદવા માટે નીચે ક્લીક કરશો:
Click Here

પુસ્તક પરિચય:

આ પુસ્તક અંગ્રેજી વિરોધી નથી પણ ભારતને સ્વાભિમાનપૂર્વક વિકાસ કરવા માટે પ્રેરિત કરતું પઠનીય પુસ્તક છે.
સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ આખા દેશમાં ઉજવાઇ રહ્યો છે. અંગ્રેજોને ભારત છોડે 75 વર્ષ થઈ ગયા પણ દુર્ભાગ્યે અહીંથી હજુ અંગ્રેજીયત ગઈ નથી.. ભારતમાં આજે પણ જનમાનસમાં હજુ એવી ધારણા બની ગઈ છે કે માત્ર અંગ્રેજી માધ્યમનું શિક્ષણ જ વિકાસનો આધાર છે. ઇજનેરી, ચિકિત્સા, કાનૂન અને ન્યાયાલયોનું સંચાલન માત્ર અંગ્રેજીમાં જ થતું હોવાને કારણે આઝાદીના 75 વર્ષ પછી પણ અંગ્રેજી માધ્યમનું વર્ચસ્વ હજુ યથાવત છે.
આ પુસ્તક આ જ મિથ્યા ભ્રમનું ખંડન કરે છે. વિકસિત દેશોમાં વિદ્યાર્થી/શોધાર્થી વિજ્ઞાન તથા અન્યાન્ય ઉચ્ચ શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મેળવે છે..સંશોધનને અંતે પણ ધ્યાનમાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં દરેક વિષય વધુ સારી રીતે સમજી શકે છે.
પુસ્તકના લેખક શ્રી સંક્રાંત સાનુ IIT કાનપુર અને ટેક્સાસ વિશ્વવિદ્યાલય થી સ્નાતક થયેલ છે. તેઓ સિએટલ અને ગુડગાંવ સ્થિત ઉદ્યોજક, લેખક,અધ્યયનશીલ અને શોધાર્થી છે. માઈક્રોસોફ્ટ કોર્પોરેશન માં વિભિન્ન એન્જીનીયરીંગ અને પ્રબંધન ની ભુમિકાઓ નો નવ કરતાં પણ વધુ વર્ષોનો અનુભવ છે. તેમના લેખો ભારત, અમેરિકા અને બ્રિટનના વિભિન્ન પ્રકાશનોમાં પ્રકાશિત થતા રહે છે.
લેખકે પોતાના ભારત અને વિવિધ દેશોના પ્રવાસના જાત અનુભવના આધારે તેઓએ સર્વગ્રાહી અને સર્વસ્પર્શી અભ્યાસ ના પરિણામસ્વારૂપ આ પુસ્તક તૈયાર કર્યું છે. ત્રણ ભાગમાં વહેંચાયેલા 11 પ્રકરણોમાં ન કેવળ સમસ્યાઓનું જ વર્ણન કર્યું છે પણ લેખકે અનેક દેશોના શિક્ષણની વિવિધ આંકડાકીય માહિતી, ભાષાના સામાજિક-આર્થિક પાસા, વિશ્લેષણ, વિદ્યાર્થીઓના માનસિક અભ્યાસ થકી આ ગંભીર સમસ્યાનો નીતિગત સૂચનો કરી ઉકેલ પણ સુચવ્યો છે..
વિશેષમાં વૈશ્વિકરણના બહુભાષી બજારો માટે ટેક્નિકલ સમર્થન, સ્વતંત્રતા બાદ ઇઝરાયેલ દ્વારા થયેલ હિબ્રુ ભાષાનો પુનરૂધ્ધાર, USA ની અંગ્રેજીનાં પ્રભુત્વ પ્રત્યેની વ્યવસ્થિત નીતિ, ચીને રાજકીય અખંડતા માટે કરેલું લિપિનું એકીકરણ, ભાષાકીય અનુકૂળતા દ્વારા ઇરાને કરેલું ફારસી ઓળખનું સાતત્ય, જાપાનની જાપાની ભાષામાં શિક્ષણ પદ્ધતિ જેવા સમાવેશ કરાયેલા પરિશિષ્ટ 1 અને 2 આ પુસ્તકને એક વિશિષ્ટ ઓળખ અપાવે છે.
આમ આ પુસ્તક ભારતીય ભાષાઓના વર્ચસ્વને પુનઃસ્થાપિત કરી સમૃદ્ધ, ન્યાયસંગત ભારતના નિર્માણ માટે ભાષા જ આધાર બની શકે તેવી વાત પ્રબળ રીતે પ્રતિપાદિત કરે છે.

 

भारत का राजा:महाभारत में राजत्व का परिप्रेक्ष्य।

लेखक :- प्रा. संजीव कुमार शर्मा।
प्रकाशक :- भारत शोध संस्थान चेरिटेबल ट्रस्ट, भारतीय विचार मंच।
पृष्ठ संख्या :- 96 पन्ने।
मूल कीमत :- 100/- रुपये।
डिस्काउंटेड कीमत :- 70/- रुपये ।
प्रथम आवृत्ति :- 15अगस्त, 2021

पुस्तक खरीदने के लिए नीचे क्लिक कीजिए
Click Here

पुस्तक परिचय :
इस पुस्तक में समस्त विवरण महाभारत में राजत्वकी अवधारणा पर आधारित है। इस पुस्तक में पारंपरिक भारतीय राजत्व विभिन्न आयामों का विस्तृत विवेचन किया गया है।
भारतमें आधुनिकता के अति आग्रहों, वैचारिक प्रतिष्ठानों के पूर्वाग्रहों, अकादमिक समुदाय की विचार-ग्रंथियों, पश्चिम केंद्रित आकर्षणों व राष्ट्रीय आन्दोलन के राजनीतिक प्रतिफलों के परिणामस्वरूप सामान्यजन के मनमें कई भ्रम पैदा करने का विषेले वामपंथीयोंका षड्यंत्र रचा गया है। इस पृष्ठभूमि में भारत के राजतंत्र के लोकतांत्रिक तत्वों का इस पुस्तक में अत्यंत रोचक रेखांकन किया गया है। यह शोधग्रंथ अतीत-स्मृति-भ्रंश को दूर करता है।
विगत 35 सालों से अध्यापन कर रहे, महात्मा गांधी केन्द्रीय विश्वविद्यालय, मोतिहारी, बिहार के कुलपति, भारतीय राजनीति विज्ञान परिषद के महासचिव एवं कोषाध्यक्ष पद पर कार्यरत ऐसे इस पुस्तक के विद्वान लेखक प्रा. श्री संजीव कुमार शर्मा ने राजधर्म, प्राचीन भारतीय राजनीतिक व्यवस्थाएं, गणराज्य, दण्डनीति, नीतिशास्त्र, अर्थशास्त्र का इस पुस्तक में रोचक विवरण किया है। साथमें उन्होंने ऋग्वेद से लेकर कौटिल्य चाणक्य प्रणीतसूत्र तक और विशेषतः महाभारत ( जो व्यवस्थित रीति से शासन के विज्ञान के विषय में संभवतः प्रथम भारतीय ग्रंथ है) उसके सभापर्व, वनपर्व व शांतिपर्व के कुल 243 श्लोकों के द्वारा यह विषय को आसानी से समजाया है । राजा का कर्तव्य, धर्म, उसका लोक व्यवहार, उसके विशिष्ट गुणों का चित्रण इस पुस्तक में विस्तार से किया गया है।
भारतीय विचार मंच, गुजरात की संशोधन इकाई भारत शोध संस्थान के हेतु “भारत का पुनर्बोध” यानी REDISCOVERY OF INDIA के अनुसार भारत को जोड़ने की दृष्टि इस पुस्तक के अध्ययन से सुज्ञ विद्वान पाठकों को अवश्य ही मिलेगी, ऐसा हमारा विश्वास है।