નમસ્કાર,
આજે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦.. “તે પંદર દિવસ” વિષય પરની ભારત વિભાજનની કરુણાંતિકા બ્લોગ શૃંખલાનો આજે અંતિમ દિવસ છે.. પણ આપ સર્વે સાથે સેમિનાર/વેબીનાર, વિચાર ગોષ્ઠી, ચર્ચા સત્ર, વેબસાઈટ ( www.vichar.org ), યુ-ટ્યુબ ચેનલ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોથી મળવાનું તો ચાલુ જ રહેવાનું છે અને આપની સાથે અમારો સંપર્ક ગાઢ અને સાતત્યપૂર્ણ રચાયેલો છે જ..
“ભારતીય વિચાર મંચ” છેલ્લાં ૨૯ વર્ષથી સમગ્ર ગુજરાતના વૈચારિક જગત-પ્રબુદ્ધ જગતમાં સક્રિય રીતે કાર્યરત છે. आ नो भद्राः क्रतवो यन्तु विश्वत: (વિશ્વભરમાંથી ઉત્તમ વિચારોનું આગમન થાય) તેવી દિવ્ય ભાવના સાથે “ભારતીય વિચાર મંચ” સમાજના આપ જેવા પ્રભાવી પ્રબુદ્ધજનોને આહવાન કરી, વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સંવાદ રચી, તેમાં ભારતીય વિમર્શ ઉભો કરવા યત્નશીલ છે. ગુજરાતના સોળથી વધુ નગરો-શહેરો તેમજ અનેક વિશ્વવિદ્યાલયોમાં રાષ્ટ્રીય વિષયોને કેન્દ્રસ્થાને રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠિ, તત્ત્વચિંતન, વૈચારિક મનોમંથન અને તેના પરના સાહિત્ય પ્રકાશનનું કાર્ય કરે છે. આપ સર્વે સાથેના સહયોગથી જ વિચાર મંચે પ્રબુદ્ધ જગતમાં એક આગવી વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે.
આ બ્લોગ શૃંખલા કે અમારા અન્ય કોઈ કાર્ય-પ્રકલ્પ અંગે આપ અમને અવશ્ય સલાહ-સુચન કરી શકો છો..સાથે સાથે આ ઉમદા વિચાર યજ્ઞમાં આપ અમારા વિવિધ કર્યો સાથે સક્રિય રીતે જોડાઈને પણ સહયોગ કરી જ શકો છો..આ માટે bvmguj@gmail.com પર મેઈલ કરી શકો છો..