૯ ઓગસ્ટ, ૧૯૪૭..શનિવાર

– દિલ્હીના ‘હિંદુ મહાસભા ભવન’ ખાતે “અખિલ ભારતીય હિન્દુ સંસદ” ની શરૂઆત થઈ… વંદે માતરમ.. વીર સાવરકરકી જય.. ના નારાઓ સાથે ખંડિત હિન્દુસ્તાનમાં પણ હિંદુ ઉન્નત મસ્તકે રહી શકે તેના વિવિધ પાસાંઓ પર આગેવાનો વિમર્શ કરી રહ્યા છે…

– દિલ્હી અત્યારે વિસ્થાપિતોની રાજધાની બની ચુકી છે…મોટી સંખ્યામાં અહીં ઘરબાર, સંપત્તિ છોડી આવેલા, સર્વસ્વ છીનવાઈ અને લૂંટાઈ ગયેલા શરણાર્થીઓથી ભરાઈ ગઈ છે. અહીંના રામલીલા મેદાન પર વિશાળ જનમેદની એકત્ર થઈ છે, અહીં આજથી એક સપ્તાહ સુધી સ્વાતંત્ર્ય સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ…આ વિવિધ કાર્યક્રમોના આયોજક ‘દિલ્હી કોંગ્રેસ કમિટી’ છે..વિવિધ ભાષણોમાં વિભાજનની વિવાશતા અંગે લોકોને કહેવાનો-સમજાવવાનો પ્રયત્ન થયો. લોકોએ વિભાજનની લાચારીની વાત સ્વીકારી પણ નહીં અને લોકોને આવી વાત ગમી પણ નહીં…

– કરાંચીના એક વિશાળ બંગલામાં ઝીણા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત નક્કી કરી રહ્યા છે…તે માટે તેમણે મૂળ પંજાબી-હિંદી અને ઉર્દૂ ભાષા પર જબરદસ્ત પકડ ધરાવતા ત્રીસ વર્ષના યુવાન જગન્નાથ આઝાદને બોલાવ્યા છે… ઝીણા, આવા એક કાફીરે લખેલું ગીત “ઐ સરજમીં-એ-પાક જરેં તેરે હૈ આજ… વતન-ઐ-પાકિસ્તાન /કૌમી- તરાના” પાકિસ્તાનનું રાષ્ટ્રગીત નિશ્ચિત કરે છે…

– સાંજ સુધીમાં અમૃતસરમાં મુસ્લિમ લીગના હુલ્લડખોર ગાર્ડ ૧૦૦થી વધુ હિંદુ-શીખોની હત્યા કરી નાંખે છે…

– પટનાથી કોલકાતા પહોંચેલા મ. ગાંધીજી સવારની પ્રાર્થનાસભામાં હુલ્લડો વિશે કાંઈ બોલતા નથી ! વધુમાં કહે છે હું કોંગ્રેસના ભાવિ મુખ્યમંત્રી ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષ આગામી સમયમાં કેવી રીતે કામ કરશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશ… વિશેષમાં કોંગ્રેસના શાસનમાં મુસલમાનો પર અત્યાચાર નથી થતા તે જોવા હું નોઆખલી જવાનો છું !

સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ

ISBN : 978-81-945469-4-8