૧૪ ઓગસ્ટ, ૧૯૪૭.. ગુરુવાર
– પાકિસ્તાનનો જન્મ.. સવારે નવ વાગે કરાંચીના એસેમ્બલી હોલમાં પઠાણ, આફ્રિદી, વઝીર, મહસૂદ, પંજાબી, બલુચી, સિંધી આગેવાનોમાં દોઢ હજાર માઈલ દૂરથી આવવાવાળા બંગાળી આગેવાનો તે બધા કરતાં અલગ તરી આવતાં હતા.
– માઉન્ટબેટને નૌસેનાના સંપૂર્ણ ગણવેશમાં પ્રથમ ભાષણમાં ઝીણાને ધન્યવાદ આપ્યા, આગળ વધવાનું આહ્વાન કર્યું, ઝીણાએ પ્રથમ ગવર્નર જનરલના સોગંદ લીધા બાદ પાડોશી રાષ્ટ્રો અને અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરી આગળ વધવાની વાત કરી…આમ અધિકૃત રીતે પાકિસ્તાન દેશનો ઉદય થાય છે…
– બપોરે ચાર વાગે કરાંચીમાં સાતસોથી વધુ ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ની સેવિકાઓ સામે મૌસીજી સંગઠિત શક્તિના જોરે આવી પડેલી ભયંકર, વિકટ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર આવવાનો આત્મવિશ્વાસ બધામાં લાવે છે…
– કલકત્તા ખાતે મ. ગાંધીજી સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ પોતાના બધા અનુયાયીઓને આવતીકાલે ચોવીસ કલાકના ઉપવાસ કરવાની, પ્રાર્થનામાં સમય વિતાવવાની અને ચરખા પર કાંતવા બેસવાની શિખામણ આપે છે…
– દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ રાતની અને બીજા દિવસની ઉજવણીની તૈયારીઓ તડામાર ચાલ રહી છે…રાતે દસ વાગે સ્ટેટ કાઉન્સીલ બિલ્ડીંગમાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો… વંદે માતરમ, મ. ગાંધી કી જય ની સાથે મંત્રીઓના નામનો જયજયકાર થઈ રહ્યો હતો… માઉન્ટબેટન પણ પાકિસ્તાનથી અહીં પાછા આવી ગયા હતા.. સભાની શરૂઆતમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદના ઉદબોધન બાદ નેહરુજી પોતાનું વિખ્યાત ભાષણ “અનેક વર્ષ પહેલાં આપણે નિયતિ સાથે એક કરાર કર્યો હતો..” આપે છે.. જે તૈયાર કરવા પાછળ તેમણે અનેક રાતો ખર્ચ કરી હતી…
– રાતે બરાબર બાર વાગે એક નવા યુગનો આરંભ થાય છે…પણ આવા વરસાદી વાતાવરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇ-૪૨, કમલાનગર ખાતે આવેલા નાનકડા કાર્યાલયમાં કેટલાક પ્રચારકો અને પ્રમુખ કાર્યકર્તાઓ એકત્ર થઈ પંજાબ અને સિંધમાંથી આવી રહેલા અસંખ્ય નિર્વાસિત બાંધવોની વ્યવસ્થા ગોઠવવા માટે આયોજન કરી રહ્યા હતા… ઉજવણી તો દૂર રહી પણ જે અનેક મુદ્દાઓ અને પ્રશ્નો મોઢું ફાડીને સામે આવીને ઉભા હતા, તેના પર ચિંતિત હતા… આ બધા માટે આગામી અનેક રાત્રીઓ વિવિધ પ્રકારના અનેક પડકારો લઈને આવનારી બનવાની છે…
– દિલ્હી સાથે સમાંતર એવો નાનો સમારોહ અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં પણ યોજાય છે, ગવર્નર હાઉસમાં રાજાજી અને ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષનો શપથવિધિ થાય છે..
સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ
ISBN : 978-81-945469-4-8