૪ ઓગસ્ટ, ૧૯૪૭. સોમવાર.
– મુંબઈના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લેમિંગટન રોડ પરના કાર્યાલયમાં સ્વયંસેવકો સરસંઘચાલક શ્રી ગુરુજીની હાજરીમાં અનૌપચારિક બેઠકો, સંઘ પ્રાર્થના કરી રહયા હતા… બીજા દિવસથી, એટલે કે પાંચ ઓગસ્ટથી તેઓ ચાર દિવસ માટે સિંધ પ્રાંતના પ્રવાસે જવાના છે…સાથે આબાજી થત્તે રહેશે… કરાંચી, હૈદરાબાદ, નવાબશાહ જેવાં શહેરો ધરાવતો આખો સિંધ પ્રદેશ ભડકે બળી રહ્યો હતો… એટલે સ્વાભાવિક રીતે સ્વયંસેવકોને ઉત્સુકતા પણ હતી અને શ્રી ગુરુજીની સુરક્ષાની ચિંતા પણ હતી..પણ શ્રી ગુરુજી સિંધના બહાદુર સ્વયંસેવકોને પ્રત્યક્ષ મળવા માટે મક્કમ હતા…
– પંજાબનો લાયલપૂર જિલ્લો, કપાસ અને ઘઉંના મબલખ પાક ઉપજવાતો ફળદ્રુપ પ્રદેશ, અમીર અને વૈભવશાળી પ્રદેશની મિલો, વેપાર, કારખાનાં અને બજાર હિંદુ-શીખના હાથમાં…૧૯૪૬ માં ખેતી-કરનો એંશી ટકા હિસ્સો આ લોકોએ ભર્યો હતો. આવા જિલ્લાનો પાકિસ્તાનમાં સમાવેશ થવા જઈ રહ્યો છે તેવા સમાચાર આવવા લાગ્યા. પણ હિંદુ-શીખ લોકોએ આ વાત ગંભીરતાથી ના લીધી…મુસ્લિમ લીગની ‘નેશનલ ગાર્ડ’ પાંખ મધરાતે આ લોકોના ઘર પર હુમલા કરવાનું કાવતરું રચી રહી હતી…૧૫ ઓગસ્ટ પહેલાં હિંદુઓને હાંકી કાઢવા બધું જ કરી છૂટવું…
– ત્રણ અઠવાડિયામાં જ આ બધા રોટલીનો એક ટુકડો મેળવવા લાચાર બનવાના હતા… તેમાંથી અડધાની કત્લેઆમ થવાની હતી…
– એ રાતે આવી અસંખ્ય ઘટનાઓ અનેક જગ્યાએ બની, અનેક હિંદુ-શીખ પરિવારો પોતાનું સર્વસ્વ છોડી હિન્દુસ્તાન જવાનો મનોમન નિર્ણય લઇ ચુક્યા હતા.
સંદર્ભ પુસ્તક : તે પંદર દિવસ.
ISBN : 978-81-945469-4-8